સૌપ્રથમ અમે આભારી છીએ કે તમે એક ઉજ્વળ કારકિર્દી ઘડવા ગ્રામબજાર.કોમ ની એક વિકલ્પ તરીકે પસંદગી કરી રહ્યા છો જ્યાં ઉત્સાહી, મહેનતુ, કારકિર્દીલક્ષી અને નિયમિત રીતે કામ કરવા તૈયાર ગ્રામ સહયોગી માટે એક શ્રેઠ ઓફર રાહ જોઈ રહી છે.સૌપ્રથમ અમે આભારી છીએ કે તમે એક ઉજ્વળ કારકિર્દી ઘડવા ગ્રામબજાર.કોમ ની એક વિકલ્પ તરીકે પસંદગી કરી રહ્યા છો જ્યાં ઉત્સાહી, મહેનતુ, કારકિર્દીલક્ષી અને નિયમિત રીતે કામ કરવા તૈયાર ગ્રામ સહયોગી માટે એક શ્રેઠ ઓફર રાહ જોઈ રહી છે.

ગ્રામબજાર.કોમ તમારા સહકાર અને આધુનિક ટેક્નોલોજીની મદદથી ચીજ-વસ્તુઓના ખરીદ-વેચાણ અને રૂરલ માર્કેટિંગ સેવાઓ દ્વારા સંગઠિત ગ્રામીણ બજાર અને સુઆયોજિત વિતરણ વ્યવસ્થાના નિર્માણ થકી ગ્રામીણ ક્ષેત્રોમાં ધંધાકીય / વ્યવસાયિક તકનું સર્જન કરવાનું લક્ષ્ય સેવે છે. અમારો ઉદેશ ગ્રામબજાર.કોમ થકી ગ્રામ્ય વિસ્તારમાં ઉત્પાદિત ચીજ-વસ્તુઓ અને સેવાઓનું અન્ય વિસ્તાર (શહેર કે ગ્રામ્ય વિસ્તાર) માં ખરીદ-વેચાણ કરવાનો અને શહેરી વિસ્તારની ચીજ-વસ્તુઓ અને સેવા ગ્રામ્ય વિસ્તારમાં પુરી પાડવાનો છે.

અમે એક એવી તકનું સર્જન કરી રહ્યા છીએ જેના થકી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વ્યક્તિ પોતાના ગામનાં ગ્રામ સહયોગી બની પોતાની "ડિજિટલ દુકાન" સ્થાપી ઓનલાઇન ખરીદ-વેચાણ તેમજ અન્ય સેવાઓ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પુરી પાડી શકે છે.

વ્યવસ્થિત, નિયમિત અને યોજનાબદ્ધ કાર્ય કરનાર ગ્રામ સહયોગી માસિક ૧૫,૦૦૦/- સુધીની આવક પ્રાપ્ત કરી શકે છે. ગ્રામ સહયોગીના આવકના સ્ત્રોતો નીચે મુજબ રહેશે.

પોતાના દ્વારા જોડેલા સેલેર/ સપ્લાયર/વેચાણકર્તાના વેચાણમાંથી થતી આવક (કમિશન માળખા પ્રમાણે)

ડિલિવરી અને રવાનગીના ચાર્જ

રૂરલ માર્કેટિંગ અને પ્રોમોશનની આવક

સારું કાર્ય કરનાર ગ્રામ સહયોગીને વાર્ષિક પર્ફોર્મન્સ બોનસ

ગ્રામ સહયોગી બનવા માટે નીચે દર્શાવેલ ઓનલાઇન અરજીફોર્મમાં જરૂરી વિગતો ભરવી અનિવાર્ય છે તેમજ ઇચ્છુક ઉમેદવાર કમ્પ્યુટર અને ઈન્ટરનેટની જાણકારી તેમજ ઈન્ટરનેટની સુવિધા, સ્માર્ટફોન / લેપટોપ / કમ્પ્યુટર ધરાવતા હોવા જરૂરી છે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના ગામના ગ્રામ સહયોગી તરીકે નિમણુંક કરવામાં આવશે અને લોગ ઈન થવા માટે જરૂરી વિગત (USER ID - PASSWORD) રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ પર મોકલી આપવામાં આવશે અને ટ્રેનિંગ માટે અમદાવાદ કાર્યાલય ખાતે હાજર રહેવું પડશે.

અમે આશા રાખીયે છીએ કે અમારા દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી અમારી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓની અપેક્ષાઓને પહોંચી વળી ડિજિટલ ગ્રામ્ય અર્થતંત્રની રચના કરી શકીયે અને તમે અમારા આ પ્રયત્નો માં એક મહત્વનો ભાગ બનશોજી.

 

 

આભાર સહ,

ટીમ ગ્રામબજાર.કોમ

તમારા ગામ ના ગ્રામ સહયોગી બનવા માટે અરજી કરો

Hello