૧. હું કેવી રીતે ગ્રામબજાર માં એકાઉન્ટ બનાવી શકુ?

ગ્રામ બજાર માં ગ્રામ ગ્રાહક , ગ્રામ સહયોગી અને ગ્રામ સપ્લાયર ત્રણેય માટે ના લોગ ઈન બટન આપેલ છે તેમાં જઈ ને તમે એકાઉન્ટ બનાવી શકો છો.

૨. મને કેવી રીતે ખબર પડશે કે મારો ઓર્ડર અપાય ગયો છે?

એક વાર તમારો ઓર્ડર અપાય ગયો અને કિંમત ની ચુકવણી થઈ જાય એટલે સેલર તમારા ઓર્ડર ની રીસિપ્પ્ત ચેક કરી ને માલ ને રવાના કરી દેશે અને તમને એની જાણ ઇમેઇલ અને મેસેજ દ્વારા કરવામાં આવશે , આ ઇમેઇલ અને મેસેજ માં તમને એક ઓર્ડર આયડી આપવામાં આવશે તેમજ માલ ક્યારે પહોંચશે એની અનુમાનિત ડિલિવરી ડેઈટ પણ કહેવામાં આવશે .

૩. સ્ટોક માં ના હોય તેવી વસ્તુ માટે હું ઓર્ડર આપી શકુ ?

આઉટ ઓફ સ્ટોક એટલે કે સ્ટોક માં ના હોય તેવી વસ્તુ માટે તમે ઓર્ડર કરી શકતા નથી પરંતુ તમે એના માટે સેલર ને જાણ કરી શકો છો કે તમને કઈ વસ્તુ જોઈએ છે જે સ્ટોક માં નથી અને આ ક્યારે આવી શકશે .

૪. એક જ વસ્તુ કે પ્રોડક્ટ ની મને અલગ અલગ કિંમત બતાવે છે શા માટે ?

ગ્રામબજાર માં અલગ અલગ ઘણા બધા સેલર હોય છે અને તમારી ઓર્ડર કરેલ વસ્તુ માટે આ બધા સેલર તમને અલગ અલગ ભાવ માં અલગ અલગ રીતે રજુ કરે છે તેથી તેમાં અલગ અલગ ભાવ દેખાડવામાં આવે છે .

૫. ખરીદી કે વેચાણ કરવા માટે ગ્રામબજાર માં એકાઉન્ટ હોવું જરૂરી છે?

હા ગ્રામબજાર પ્લેટફોર્મ દ્વારા ખરીદી અને વેચાણ કરવા માટે ગ્રામબજાર માં એકાઉન્ટ હોવું જરૂરી છે.

૬. ગિફ્ટ પેકીંગ વાળી વસ્તુ ઓર્ડર કરવા માટે શું કરવું જોઈએ ?

ગિફ્ટ પેકીંગ વાળી વસ્તુ ઓર્ડર કરવા માટે રૂ 40. અલગ થી આપવાના રહેશે અને મોટી વસ્તુ જેવી કે ફ્રીઝ એન્ડ ટીવી માટે આ સુવિધા આપવામાં આવશે નહિ. ગિફ્ટ પેકીંગ નો આ કોમન ચાર્જ છે જે સેલર અને માલ ના પ્રમાણે થોડો ઘણો બદલતો રહેશે .

૭. હું ગ્રામબજાર દ્વારા કેવી રીતે વેચાણ કરી શકુ છું ?

ગ્રામબાઝાર તેના સેલર પાસે થી કોઈ ચાર્જ વસૂલતું નથી . એક વાર ગ્રામબઝર માં લોગ ઈન થઈ અને રેજીસ્ટ્રેશન કરાવી લેવાનું ત્યાર બાદ તમારે જે વસ્તુનું વેચાણ કરવાનું હોય એના ફોટોગ્રાફીસ વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે , વધુ ને વધુ ફાયદા માટે તમારે બને તેટલી વધુ પ્રોડકટ્સ ઉમેરવી જોઈએ પીક અપ પોઇન્ટ સુધી ની લોજિસ્ટિક વ્યવસ્થા કરવાની રહેશે .

૮. ખરીદી માટે મારે કિંમત ની ચુકવણી કઈ રીતે કરવાની રહેશે ?

ગ્રામબજાર તમને કિંમત ચુકવણી માટે ઘણા બધા વિકલ્પો આપી રહી છે . ઈન્ટરનેટ બેન્કિંગ , ડેબિટ/ક્રેડિટ કાર્ડ , માસ્ટર / વિઝા કાર્ડ , કેશ ઓન ડિલિવરી , ચેક વગેરે

૯. ખરીદી કાર્ય પછી ગ્રામબજાર દ્વારા બીજા વધારા ના છુપા ચાર્જિસ વસુલવામાં આવશે ?

ના બીજા કોઈ પણ જાત ના છુપા ચાર્જર્સ ગ્રામબજાર દ્વારા વસુલવામાં આવશે નહિ, વેબસાઈટ ઉપર દર્શાવામાં આવેલ કિંમત છેલ્લી કિંમત જ હશે જે તમારે ચુકવવાની રહેશે . બાકી કદાચ ડિલિવરી ચાર્જ વસુલવામાં આવશે ક્યારેક જે સેલર ની નીતિ પ્રમાણે અલગ અલગ હશે

૧૦. કેશ ઓન ડિલિવરી એટલે શું ?

કેશ ઓન ડિલિવરી એટલે અગર તમારે ઓનલાઇન ઈન્ટરનેટ દ્વારા કિંમત ની ચુકવણી ના કરવી હોઈ તો જયારે વસ્તુ કે માલ તમારા ઘરે આવે ત્યારે તમે એની કિંમત ની ચુકવાની કેશ માં કરી શકો છો , વધુ માં વધુ તમે રૂ. ૫૦૦૦૦ ની કિંમત સુધી જ કેશ માં ખરીદી કરી શકશો .

૧૧. હું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કઈ રીતે ઉપયોગ કરી શકુ ?

ડેબિટ કે ક્રેડિટ કાર્ડ થી કિંમત ચૂકવવા માટે તમારે તમારા કાર્ડ ના નંબર એક્સપાયરી ડેઈટ અને ૩ આંકડા વાળો CCV નંબર જોશે આ ડિટેઇલ નાખ્યા પછી તમને ફરીવાર બેંક ડિટેઇલ વાળું પેઈજ દેખાડવામાં આવશે જેમાં તમારે 3D સિક્યોર પાસવર્ડ નાખવાનો રહેશે .

૧૨. ખરીદી માટે ગ્રામબજાર માં હું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરવું આ સુરક્ષિત છે ?

ગ્રામબજાર ખુબ ઉચ્ચ કક્ષા ની ટેક્નોલોજી અને સિસ્ટમ નો ઉપયોગ કરે છે અને હવે ના દિવસો માં બેંક પણ ઈન્ટરનેટ બેન્કિંગ માટે 3D સિક્યોર પાસવર્ડ ની સેવા આપી રહી છે , ઉપરાંત ગ્રામબજાર 256 બીટ એન્ક્રિપ્શન સિસ્ટમ નો ઉપયોગ કરી રહી છે તો ગ્રામબજાર માં ઓનલાઇન ખરીદ વેચાણ માં ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા કિંમત ની ચુકવણી એકદમ સુરક્ષિત છે .

૧૩. ખરીદી ની ચુકવણી માટે ઈન્ટરનેટ બેન્કિંગ નો ઉપયોગ કરી શકુ છું ?

હા , ઇન્ટરને ત બેન્કિંગ દ્વારા તમે સીધું તમારા એકાઉન્ટ માંથી રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો

૧૬. હું મારો ઓર્ડર કઈ રીતે કેન્સલ કરી શકુ ? અને કેટલા સમય મર્યાદા માં ?

હા તમે માલ કે વસ્તુ સેલર પાસે થી રવાના થયા પેલા તમે ગમે ત્યારે ઓર્ડર કેન્સલ કરી શકો છો

૧૭. ડિલિવરી ચાર્જિસ કેટલો હોય ?

ડિલિવરી ચાર્જર્સ સેલર ની નીતિ પ્રમાણે અલગ અલગ હોય છે

૧૮. સેલર દ્વારા વેચેલી વસ્તુ માં કોઈ છૂપો ચાર્જ વસુલવામાં આવશે ?

ના સેલર દ્વારા કોઈ છૂપો ચાર્જ વસુલવામાં આવશે નહિ

૧૯. અનુમાનિત ડિલિવરી સમય કેટલો હોય છે ?

વધુ માં વધુ ૭ દિવસ ની અંદર વસ્તુ ડિલિવર થઈ જશે ઉપરાંત , ડિલિવરી ટાઈમ તમારા ગામ ના લોકેશન એરિયા પ્રમાણે નક્કી થાય છે ઉપરાંત તમે કઈ વસ્તુ ઓર્ડર કરી છે તેના પર પણ આધાર રાખે છે . જાહેર રજાઓ અને રવિવાર ના દિવસે ડિલિવરી કરવામાં આવશે નહિ .

૨૦. અનુમાનિત ડિલિવરી સમય હર એક સેલર પ્રમાણે અલગ અલગ કેમ હોય છે ?

ડિલિવરી ટાઈમ તમારા ગામ ના લોકેશન એરિયા પ્રમાણે નક્કી થાય છે ઉપરાંત તમે કઈ વસ્તુ ઓર્ડર કરી છે તેના પર પણ આધાર રાખે છે તેથી તે હર એક સેલર પ્રમાણે અલગ અલગ હોઈ છે

૨૧. મારે ખરીદેલ માલ પાછો આપવો છે તેના માટે શું કરવાનું રહેશે ?

ગ્રામબજાર ની ખરીદેલ માલ પરત કરવા માટે ની નીતિ જોઈ લેવા વિનંતી

૨૨. ડિલિવરી ડેઈટ માં ડિલિવરી માટે ની સમય રેખા દેખાડવામાં આવતી નથી શા માટે ?

એવું બની શકે કે ડિલિવરી ડેઈટ અને તમારા ઓર્ડર ડેઈટ વચ્ચે કોઈ રાજા આવી જાય અને તેના કારણે એક દિવસ આગળ થઈ જાય અથવા કોઈ પણ કારણોસર વચ્ચે એકાદ દિવસ આલગ પાછળ થઈ જાય તેથી ડિલિવરી ડેઈટ માં સમય રેખા દર્શાવવામાં આવતી નથી

૨૩. ખરીદેલ માલ પાછો આપવા માટે પીક અપ પોઇન્ટ ની વ્યવસ્થા કેમ કરવી ?

તમારે કસ્ટમર કેર માં જય ને ફોન કરવાનો રહેશે અને ફોન પર તમને આખી પ્રક્રિયા સમજાવવામાં આવશે

૨૫. વસ્તુ અને ખરીદેલ માલ કઈ રીતે પેક કરવામાં આવશે ?

માલ અને વસ્તુ કઈ છે તેના પ્રમાણ માં સેલર તેની રીતે એકદમ સુરક્ષિત પ્લાસ્ટિક , વોટરપ્રુફ કે બબલ પેકીંગ કરી ને જ મોકલશે

૨૬. પરિવહન દરમિયાન માલ સુરક્ષિત રહેશે ?

પરિવહન દરમિયાન માલ ની સુરક્ષા માટે માત્ર ઇલેક્ટ્રોનિક વસ્તુ ની જ પુરી ખરતી આપવામાં આવશે

૨૭. ગ્રામબજાર, ગ્રામબજાર માંથી ખરીદેલ અને વેચેલ વસ્તુ માંથી ઉપજેલ કોઈ પણ જાત નો મુદ્દો ઉકેલવામાં કેટલી મદદ કરશે ?

હા ગ્રામબજાર તમારા બધા વ્યાજબી અને વેલીડ મુદ્દાઓ નો હલ કરવામાં તમને મદદ કરશે

૨૯. ગ્રામબજાર માં ખરીદેલ વસ્તુ કે માલ ને બદલવામાં કઈ રીતે પ્રક્રિયા કરવાની રહેશે ?

ગ્રામબજાર દ્વારા તમને કોઈ વસ્તુ તૂટેલી કે લીગલી કોઈ નુકશાન વળી મળી હશે તો તેને બદલી આપવામાં આવશે

૩૦. ગ્રામબજાર માં કઈ કઈ વસ્તુઓનું વિનિમય શક્ય છે ?

ગ્રામબજાર દ્વારા બધા ટાઈપ ની વસ્તુઓ નું વિનિમય કરી શકાશે પરંતુ જે જે વસ્તુ માં જરૂર હશે તે વસ્તુઓ ના બિલ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના રહેશે

૩૧. વેબસાઈટ માં સેલર ની નીતિ ક્યાં જોવા મળશે ?

પ્રોડક્ટ પેઈજ પર તમને બધા સેલર ની પોતાની પ્રોડક્ટ ને લઈને બનાવેલી અલગ અલગ નીતિઓ જોવા મળશે

૩૨. સેલર આ મને માલ કે વસ્તુ બદલવાની ના પડી દીધી છે , હવે મારે શું કરવાનું રહેશે ?

સેલર કોઈ વસ્તુ બદલવાની ના પડે તો તમે ૧૦ દિવસ ની અંદર ગ્રામબજાર ના ઇમેઇલ ID પર અમને જાણ કરી શકો છો ગ્રામબજાર ખરીદનાર અને વેચનાર બંને ના પોઈન્ટ્સ જોશે અને પછી આગળ નિર્ણય લેશે

૩૩. ગ્રામબજાર દ્વારા ખરીદદાર ને કઈ રીતે સુરક્ષા મળશે ?

ગ્રામબજાર દ્વારા ખરીદનારને વખતો વખત બધી વસ્તુઓ ની જાણ કરવામાં આવશે ઉપરાંત અગર કોઈ પરેશાની હોઈ કોઈ સવાલ જોઈ તો ગ્રામબજાર ના મેઈલ ID દ્વારા તમે અમને જાણ કરી શકો છો

૩૪. કયાં સંજોગો માં માલ પરત શક્ય નથી ?

ગ્રામબજાર ની ખરીદેલ માલ પરત કરવા માટે ની નીતિ જોઈ લેવા વિનંતી

નીચેના સંજોગો માં માલ પરત નહિ લેવામાં આવે

૧.વસ્તુ કે માલ પરત કરવાની સમય મર્યાદા ચૂકાય ગઈ હોય .

૨.વસ્તુ કે માલ નો ઉપોયોગ કરી લીધો હોય

૩. અમુક શ્રેણી ની વસ્તુઓ પરત લેવામાં આવશે નહિ જેમ કે આંતરવસ્ત્રો , મોજા , રૂમાલ વગેરે

૪. કસ્ટમ જ્વેલેરી

૫. પ્રાઇસ ટેગ , લેબલ , કે કોઈ એસેસરી ના હોય

૬. અનાજ કઠોળ અને અન્ય ખાદ્ય પદાર્થો એક વાર રવાના થઈ ગયા પછી પરત લેવામાં આવશે નહિ.

૩૫. હું કોઈ વસ્તુ પરત કરું તો તેમાં મળેલ ફ્રી ગિફ્ટ પણ પરત કરવાની રહેશે ?

હા , વસ્તુ ઉપર મળેલ ફ્રી ગિફ્ટ વસ્તુ કે માલ પરત કરવા સમયે પરત કરવાની રહેશે

૩૬. હું ઓર્ડર કરેલ વસ્તુમાંથી અમુક જ ભાગ રીટર્ન કરી શકુ ?

ગ્રામબજાર ની ખરીદેલ માલ પરત કરવા માટે ની નીતિ જોઈ લેવા વિનંતી

૪૦. મારે પરત કરેલ વસ્તુ પછી જોઈએ છે તો શું પ્રક્રિયા કરવાની રહેશે ?

ફરી વાર ઓર્ડર આપી દેવાનો રહેશે

૪૧. ઓર્ડર કેન્સલ કાર્ય પછી મને રિફંડ કઈ રીતે મળશે ?

ઓર્ડર કેન્સલ થવા પર રિફંડ ની પ્રક્રિયા ૨૧ દિવસ ની અંદર કરવામાં આવશે અને એ કિંમત તમે અમને આપેલ તમાર બેંક ડિટેઇલ પ્રમાણે તમારા બેંક એકાઉન્ટ માં જમા કરવામાં આવશે

૪૨. મને મારો લોગ ઈન પાસવૉર્ડ યાદ નથી હવે મારે શું કરવાનું રહેશે ?

લોગ ઈન પેઈજ ઉપર “ પાસવૉર્ડ ભુલાય ગયેલ છે” પર જય ને ફરીથી નવો પાસવર્ડ નાખવાનો રહેશે .

૪૩. વેબ સાઈટ માં આપેલ કસ્ટમર કેર નંબર હંમેશા બિઝી આવે છે, મારે કેટલી વાર સુધી રાહ જોવાની રહેશે ?

બની શકે કે કોઈ બીજા કસ્ટમર સાથે વાત ચાલુ હોય કૃપા કરી થોડી વાર પછી ફરીવાર ફોન કરવા વિનંતી

૪૪. સાઈટ પર મારે મારો ઓર્ડર કેવી રીતે આપવાનો રહેશે ?

ગ્રામ સહયોગી ની મદદ થી તમે તમારો ઓર્ડર આપી શકશો

૪૫. ઓર્ડર આપવા ટાઈમે એરોર આવના કારણે મને ખબર નથી કે મારો ઓર્ડર અપાય ગયો છે કે બાકી છે મારે હવે શું કરવનું રહેશે ?

સક્સેસફૂલ ઓર્ડર ઉપર તમને મેઈલ કરવામાં આવશે અગર મેઈલ નથી આયો તો ઓર્ડર પ્રક્રિયા પુરી થઈ નથી

૪૬. મારા ઓર્ડર કરેલા માલ માટે નો મારો કુરિયર નંબર મને કઈ રીતે મળશે ?

એ બધી ડિટેઇલ તમને મેઈલ કરવામાં આવશે

૪૭. ડિલિવરી ટાઈમે હું બહારગામ હતો હવે મારે શું કરવાનું રહેશે ?

કસ્ટમર કેર માં સંપર્ક કરવા વિનંતી

૪૮. હું મારો ઓર્ડર કેન્સલ કરું તો મને ચાર્જ કરેલ VAT ની કિંમત પાછી મળી જશે ?

હા , VAT ની વસુલ કરવામાં આવેલ કિંમત પરત મળી જશે .

૪૯. કાર્ડ ડિટેઇલ નાખ્યા પછી મને એરોર આવી હવે મારે શું કરવાંનુ રહેશે ?

એ થોડી વાર માટેની સર્વર પ્રોબ્લેમ હોઈ શકે તમારે થોડી વાર પછી ફરીવાર કોશિશ કરવાની રહેશે

૫૦. મારા ખાતા માંથી રૂપિયા કટ થઈ ગયા હતા પણ હજુ સુધી મારી વસ્તુ આવી નથી મારે શું કરવાનું રહશે ?

તમને તમારી ખરીદેલ વસ્તુ કે માલ યોગ્ય સમયે મળી જ જશે અને કોઈ કારણો સાર નહિ મળી શકે તો 21 દિવસ ની અંદર તમને તમારા રૂપિયા પરત કરવામાં આવશે

૫૧. ગ્રામબજાર માં રીટર્ન કરવાની નીતિ શું છે ?

આના માટે તમારે ગ્રામબજાર ની પરત નીતિ ( Return policy ) જોવાની રહેશે

૫૨. મેં જે વસ્તુ નો ઓર્ડર આપ્યો હતો એના બદલે મને બીજી વસ્તુ મળી છે , હવે મારે શું કરવાનું રહશે ?

તમે એ માલ કે વસ્તુ ને પરત કરી શકો છો

૫૩. ગ્રામબજાર ની સાઈટ પર જે ફોટો જોયો હતો તેના થી મને અલગ વસ્તુ મળેલ છે મારે શું કરવાનું રહેશે ?

તમે એ માલ કે વસ્તુ ને પરત કરી શકો છો

Hello