ગ્રામ સહયોગી :

ગ્રામ સહયોગી એટલે પોતાના ગામનું ગ્રામ સંગઠન સાથે જોડાણ કરનાર અને પોતાના ગામમાં ગ્રામ બજારનું સંચાલન સાંભળનાર વ્યક્તિ . ઉત્સાહી , પ્રયત્નશીલ અને કાર્યદક્ષ ગ્રામ સહયોગી આધુનિક ટેક્નોલોજીના સહારે અને પોતાની આવડત દ્વારા ગ્રામ સંગઠનને જરૂરી બળ પૂરું પડે છે . કોઈપણ વ્યક્તિ ગ્રામ સહયોગી બની પોતાના ગ્રામ બજાર દ્વારા પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી પોતાની આવક અને પ્રતિસ્થામાં વધારો કરી શકે છે .

ગ્રામ સહયોગી ની ભૂમિકા :

ગ્રામ સહયોગીની મુખ્ય ભૂમિકા પોતાના ગામમાં " ગ્રામબજાર.કોમ " ની ઓળખ ઉભી કરી ગ્રામ બજારની પ્રવૃતિઓથી ગામ લોકોને જાગૃત કરવાના રહેશે અને "ગ્રામબજાર.કોમ" ના વિસ્તરણ અને વિકાસ સંલગ્ન અન્ય પ્રવૃતિઓમાં મહત્વનું યોગદાન આપવાનું રહેશે .પોતાના ગ્રામબજાર ની વિતરણ વ્યવસ્થા ( ડિસ્ટ્રીબ્યુશન ) પ્રસ્થાપિત કરી ગ્રામના પીક એપ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કરવાના રહેશે કે જેથી ગ્રામબજાર.કોમ દ્વારા પોતાના ગામમાં ખરીદી રૂપે અંદર આવતી ચીજ વસ્તુઓ કે વેચાણ દ્વારા બહાર જતી ચીજ વસ્તુઓનું પરિવહન શક્ય બને અને ખરીદ વેચાણના વ્યવહારો સરળ બને.

પોતાના ગામમાં ઉત્પાદિત થતી ખેત પેદાશો , ચીજ વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરવા ઇચ્છતા વ્યક્તિઓને તેમજ નજીક ના શહેરી વિસ્તાર ના વેપારી વર્ગ કે જેમને ગ્રામીણ વિસ્તાર માં વેચાણ કરવું છે તેવા વ્યક્તિઓને સપ્લાયર તરીકે ગ્રામબજાર.કોમ સાથે જોડવાના રહેશે .

ગ્રામ સહયોગી કેવી રીતે ગ્રામ સાથે સંકળાશે ?

કોઈ પણ વ્યક્તિ કે જે પોતાન ગામ માં વ્યવસાય શરુ કરવા ઇચ્છુક હોઈ તે ગ્રામ સંગઠન સાથે જોડાય અને ગ્રામ સહયોગી બની શકે છે . ગ્રામ સહયોગીએ માત્ર વાર્ષિક મેઇન્ટેનેન્સ પેટે ચૂકવવાની થતી રકમ આપી ગ્રામ સંગઠનમાં પોતાના ગામમાં ગ્રામ સહયોગીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ગ્રામ સહયોગી પોતાના સ્માર્ટફોન ની મદદ થી બધા જ વહીવટ કરી શકે છે.

Hello