ગ્રામ સાથે જોડાણ કરવાથી સપ્લાયરને થતા ફાયદાઓ :

ફ્રી જોડાણ : ગ્રામ કોઈપણ જાત ના ચાર્જ જેવા કે રેજીસ્ટ્રેશન , કેટલોગ , મેમ્બરશિપ એવા કોઈ જ ચાર્જ એમના સપ્લાયરો પાસેથી વસુલતી નથી .

વેચાણ બાદ જ કમિશનની ચુકવણી : ચીજ વસ્તુઓ અને સેવાઓના વેચાણ બાદ જ વ્યવહારિક કમિશન વસુલવામાં આવે છે .

સ્ટોકનું નહિવત રોકાણ : ગ્રામ બજારમાં અગાઉથી કોઈ સ્ટોક હાજર રાખવાનો આગ્રહ કરવામાં આવતો નથી .

દેશનું સૌ પ્રથમ સંગઠિત ગ્રામીણ બજાર : ગ્રામ આ ભારત દેશનું સૌ પ્રથમ સંગઠિત અને એકદમ આધુનિક વિચારધારા ધરાવતું ગ્રામીણ બજાર છે .

નવા બજારમાં પ્રવેશ : સપ્લાયરને ગ્રામ વિસ્તારમાં પોતાની ચીજ વસ્તુઓ અને સેવાઓના માર્કેટિંગ અને વેચાણ દ્વારા એક નવા જ બજારમાં પ્રવેશ કરવાની તક પ્રાપ્ત થઈ છે .

ગ્રામ્ય વિસ્તાર માં વિતરણ વ્યવસ્થા : ગ્રામ આપણા દેશ ની સૌ પ્રથમ સુઆયોજિત અને સંગઠિત ગ્રામીણ વિતરણ વ્યવસ્થા ( લોજિસ્ટિક , ડિસ્ટ્રીબ્યુશન અને ડિલિવરી ) પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે .

વ્યાજબી દરે વિતરણ : ડિલિવરી અને ડિસ્ટ્રીબ્યુશન નો દર એકદમ વ્યાજબી રાખવામાં આવશે .

Hello