ગ્રામ સપ્લાયર :

જે સપ્લાયર ગ્રામ્ય વિસ્તાર માંથી અન્ય ગામ કે શહેરી વિસ્તારમાં પોતાના દ્વારા ઉત્પાદિત ખેત પેદાશો અને અન્ય ચીજ વસ્તુઓ - સેવાઓ વેચવા ઇચ્છુક હોય તેવા સપ્લાયરોને ગ્રામીણ સપ્લાયર તરીકે ઓળખવામાં આવે છે .

શહેરી સપ્લાયર :

જે સપ્લાયર શહેરી વિસ્તાર માંથી ગ્રામ્ય વિસ્તારમાં પોતાના દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓ અને સેવાઓ વેચવા ઇચ્છુક હોય તેવા વ્યક્તિ કે સંસ્થાને શહેરી સપ્લાયર તરીકે ઓળખવામાં આવે છે . શહેરી સપ્લાયર મુખ્યત્વે ઘરવપરાશની ચીજ વસ્તુઓ , ઇલેક્ટ્રોનિક , ફેશન અને રેડી મેડ ગારમેન્ટ , ફૂરનીચર અને ફૂટવેર , હેલ્થ પ્રોડક્ટ અને કોસ્મેટિક્સ ખેતી અને પશુ પાલન ને લગતી સાધન સામગ્રી , કટલેરી અને હોઝિયરી , ખાતર - બિયારણ અને અગ્રિકલ્ચર દવાઓ વગેરે ચીજ વસ્તુઓ ઉત્પાદિત કરતા હોઈ છે .

કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાની સર્વિસીસ ( સેવાઓ ) જેવી કે ગ્રામ્ય વિસ્તરામાં વિતરણ , હોમ ડિલિવરી , કુરિયર સર્વિસ , ઓનલાઇન શિક્ષણ અને તાલીમ લગતી સેવા , જાહેરાત અને માર્કેટિંગ , નાણાકીય સર્વિસીસ જેવી કે લોન - વીમો જેવી ઘણી બધી સેવાઓ નું પ્રચાર અને પ્રસાર કરી શકે છે .

Hello